Wednesday, 28 May 2014

ઇન્ટરનેટ સર્ફિંગ માટે ઉપયોગી ટીપ્સ

ઇન્ટરનેટ સર્ફિંગ માટે ઉપયોગી ટીપ્સ

ઇન્ટરનેટ સર્ફિંગ માટે ઉપયોગી ટીપ્સ
નમસ્કાર,
નેટ સર્ફિંગ મારો શોખ છે અને તે વિષે નવું નવું જાણવું ગમે. કૈક (કઈક) ખાંખા ખોળા કરવામાં મજા આવે.  ગુજનેટ બ્લોગ દ્વારા આપને ઉપયોગી થશે.
ઇન્ટરનેટ નો સતત ઉપયોગ કરતા હો તો તમને આમાંથી નેચેની ટીપ્સ કામ લાગશે....ભેઈ!
અને ન કામ લાગે તો માથું ખંજવાળી બીજી પોસ્ટ પર વાંચવા વયા જશો. (વયા જવું સૌરાષ્ટ્ર નો શબ્દ છે મારા ભાઈ...! જતા તહેવું)
આજે પોસ્ટ કરવા બેઠો ને મજાક સાથે લખવાનું મન થયું, તો મારા વાલા! મજાક સહન કરી લેશો...
તો આવો ઇન્ટરનેટ ટીપ્સ વિષે જોઈએ...

  • વેબસાઈટનું URL બદલવા Alt + D
  • Ctrl કી દબાવી + બટ્ટન પ્રેસ કરશો એટલે ફોન્ટ મોટા દેખાશે અને તેજ રીતે - બટ્ટન પ્રેસ કરશો એટલે ફોન્ટ નાના દેખાશે.
  • વેબસાઈટ પર પાછા ફરવા Backspace પ્રેસ કરો.
  • અથવા Alt+ લેફ્ટ એરો પ્રેસ કરો અને બેક થાઓ.
  • અથવા Alt+ રાઈટ એરો પ્રેસ કરો બેક થયેલા પેજ ને ફોરવર્ડ કરો.
  • પેજ ને રીફ્રેશ કરવા કે રીલોડ કરવા F5 પ્રેસ કરો.
  • બ્રાઉઝર ની ફૂલ સ્ક્રીન કરવા F11 પ્રેસ કરો, અને ફૂલ સ્ક્રિનમાંથી બહાર નીકળવા ફરી F11 પ્રેસ કરો.
  • કોઈ સાઈટને બૂકમાર્ક કરવા Ctrl  D પ્રેસ કરો.
  • વેબસાઈટ પર ચોક્કસ શબ્દ શોધવા Ctrl  F પ્રેસ કરો.

No comments: