3D દુનિયાની મજા

 મિત્રો, 
         હાલમાં ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે ત્યારે આપણે કેમ તેનાથી પાછળ રહીએ...ચાલો આપણે ત્રિ-પારીમાણીય(3D) દુનિયા વિશે જાણીએ. અત્યારે ટેકનોલોજી વિશે બાળકોને સમજાવીએ ત્યારે બાળકોને 3D દુનિયા વિશે અને તેને પ્રત્યક્ષ માણવાનો અમુલ્ય અવસર આપવાનો આ કોર્નર દ્રારા પ્રયાસ કરવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાના બાળકો ક્યારેય શહેરોના સિનેમાગૃહોમાં જઇ ન શકાય તો આપણે તેના અંશ શાળા સુધી પહોંચાડી શકીએ એ શક્ય છે...હાલ માં અપર પ્રાયમરી શાળાઓમાં કોમ્પ્યુટર તથા ૪૦" એલ.સી.ડી આવેલા છે ત્યારે સાથે સાથે સહ-અભ્યાસિક પ્રવૃતિઓમાં બાળકોને એલ.સી.ડી પર 3D ચિત્રો અને 3D વિડીયો દ્રારા બાળકોને ટેકનોલોજી નું જ્ઞાન આપીએ . . . .
          અત્યારે હાલમાં માર્કેટમાં ધણાં 3D ટેલીવિઝન અને હોમથિયેટર ૫૦,૦૦૦ થી લઇને ૨,૫૦,૦૦૦ સુધીનાં મળે છે પરંતુ તેના માટે આટલો બધો ખર્ચ કરવાની જરૂર નથી. આપણા સાદા એલ.સી.ડી ટેલીવિઝન પર પણ તમે 3D દુનિયા નો આનંદ માણી શકો છો....આ વેબસાઇટ પર ઘણાં 3D ચિત્રો અને 3D વિડિયો અપલોડ કરેલા છે તે ચિત્રોને તમે તમારા સાદા એલ.સી.ડી પર પણ 3D માં જોઇ શકશો પરંતુ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે જવું પડશે...

તમારી પાસે અથવા તમારી શાળામાં જરૂરી સાધનો હોવા આવશ્યક છે.
1) એલ.સી.ડી ટેલીવિઝન અથવા મોનિટર
2) Windows Xp, Windows Vista, Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ ધરાવતું Laptop અથવા PC
3) Cable VGA or Cable HDMI એલ.સી.ડી ને Laptop અથવા PC સાથે કનેક્ટ કરવા માટે (શાળામાં આવેલ છે)
4) 3D ચશ્માં ( હાલમાં બજારમાં સસ્તાં પ્લાસ્ટિક/કાગળ નાં 3D ચશ્માં પણ ઉપલ્બ્ધ છે)
5) 3D વિડિયો જોવાં માટેનું સોફ્ટવેર KMplayer 3.5   Download

    તમારે ફ્ક્ત Windows ઓપરેટીંગ સિસ્ટમ ધરાવતા કોમ્પ્યુટર કે લેપટોપમાં KMplayer 3.5 Install કરવાનું રહેશે અને અમારી વેબ સાઇટ પરના 3D ચિત્રો અને 3D વિડીયો ને આ પ્લેયરમાં ઓપન કરવાનાં રહેશે. તમારે તમારા કોમ્પ્યુટર કે લેપટોપનું જોડાણ LCD સાથે કરશો તો મોટા સ્ક્રીન પર 3D દુનિયાનો અદભુત રોમાંચ જોવાની બાળકોને ખુબ મજા પડશે. તમારે VGA Port Or HDMI Port સાથે Laptop અથવા PC ને LCD સાથે કનેક્ટ કરવાથી મોટા સ્ક્રીન પર વિન્ડોઝ ની સ્ક્રીન દેખાશે હવે LCD એ મોનિટરનું કામ કરશે. હવે 3D વિડીયો ને KMplayer 3.5 માં ઓપન કરો અને નીચે આપેલ ટુલમાં 3D સિલેક્ટ કરો 3D ચશ્માં પહેરો અને ખોવાઇ જાઓ 3D દુનિયામાં.....આ ટ્રીક પસંદ પડે તો તેનો અચૂક પ્રતિભાવ આપજો.. 
 3D  Pictures  & Video Gallery   Download Section 
3D Pictures
3D Videos

No comments: