આ ઈન્ટરનેટ યુગ માં અનુવાદ યોગ્ય ગુજરાતી ભાષા માટે અંગ્રેજી⇔ગુજરાતી ડિક્ષનેરી ખરીદવાની જરૂર નથી કારણકે તેમાં એક શબ્દના વિવિધ અર્થો અને તળપદી અર્થો પણ આપેલ હોયછે.આવી ડિક્ષનેરી ના પ્રકાશકો તેના વેચાણમાં સક્રિય હોયછે નહી કે ભાષા લિપિ ના પ્રચારમાં, શબ્દ શુદ્ધિ માં,શબ્દ ઉચ્ચાર માં કે યોગ્ય અંગ્રેજી -ગુજરાતી અનુવાદમાં !
જેમ અંગ્રેજી ડિક્ષનેરીમાં એક શબ્દના વિવિધ શબ્દ અર્થો ઓછા અને શબ્દ સ્પષ્ટીકરણ વધુ જોવા મળેછે તેમ આધુનિક યુગ માં અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનેરી અનુવાદ યોગ્ય શબ્દ ઉચ્ચાર માં સ્પષ્ટ હોવી જરૂરી છે.
આ ઓન લાઈન ડિક્ષનેરી /અનુવાદ નો ઉપયોગ કરો.
ડાબી બાજુ ના બૉક્ષ માં યોગ્ય ભાષા પસંદ કરી અંગ્રેજી કે ગુજરાતી શબ્દ ટાઇપ કરો અને તેનો અનુવાદ જમણી બાજુના બૉક્ષ માં જરૂરી ભાષા અને રોમન લિપિ માં જુઓ.
ઉદાહરણ: Mother=મા=Mā,…………………मां=Māṁ
school=શાળા=Śāḷā ……….. स्कूल=Skūla
અહી તમે શબ્દ નો ઉચ્ચાર સાંભળી શકો છો, ધ્વન્યાત્મક રીતે રોમન લિપિ માં વાંચી પણ શકો છો અને શબ્દ પ્રયોગ પણ વાક્ય રચનામાં જોઈ શકો છો.
શું અનુવાદમાં એકજ યોગ્ય મુખ્ય શબ્દ ની જરૂર છે કે પછી અન્ય તળપદી અર્થી શબ્દો ની?
હવે ગૂગ્લ્સની આ સર્વિસ નો આ ગુજરાતી ડિક્ષનેરી સાથે તુલના કરી જુઓ.
આ શબ્દકોશ સાઈટ અંગ્રેજી થી ગુજરાતી અને ગુજરાતી થી અંગ્રેજી ની સુવિધા ઉપલબ્ધ કરે છે. આપ ગુજરાતી અને અંગ્રેજી ના અર્થ આ સાઈટ પર શોધી શકશો. આપનું યોગદાન આ સાઈટ ને સફળ બનાવવા માં સાથ આપશે.
આ ખાંડબહાલે સાઈટ ગુગ્લ્સ જેવી છે પણ જો યોગ્ય સુધારા કરવામાં આવે તો ઉત્તમ સાઈટ બની શકે તેમ છે.આ સાઈટ અંગ્રેજી થી ગુજરાતી અને ગુજરાતી થી અંગ્રેજી ની સુવિધા અન્ય ભારતીય ભાષા ઓ સાથે ઉપલબ્ધ કરે છે.
હવે આ અંગ્રેજી સંસ્કૃત ડિક્ષનેરી જુઓ. જેમાં અંગ્રેજી શબ્દ નો અર્થ દેવનાગરી લિપિ અને અન્ય વિવિધ રોમન લખાણ પદ્ધતિમાં આપેલ છે.મિત્રો આમાં ગુજરાતી લિપિ ઉમેરે તો કેવું સારું?
હવે આ અંગ્રેજી શબ્દ ઉચ્ચાર બોલતો ઓન લાઈન શબ્દકોશ જુઓ.આ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી શબ્દ ઉચ્ચાર શીખવા માટે ઉત્તમ વેબ સાઈટ છે.
શું ગુજરાતી શબ્દ ઉચ્ચાર માટે આ ટેકનોલોજી ની જરૂર નથી?
અંતમાં આ વિક્ષનેરી હિન્દી અને વિક્ષનેરી ગુજરાતી જુઓ.
મિત્રો, હવે કહો આમાં કઈ પ્રજાનું યોગદાન ઓછું છે? શા માટે?
હવે આપણે આ ટાઈપ ની ઑનલાઈન અંગ્રેજી⇔ગુજરાતી ડિક્ષનેરી ની રાહ જોઈએ જેમાં અંગ્રેજી શબ્દો નો ઉચ્ચાર ભારતિય ઉચ્ચાર પદ્ધતિ રોમન લિપિ માં હોય.
ઉદાહરણ:
અંગ્રેજી શબ્દ………………………father
ભારતીય ઉચ્ચાર પદ્ધતિ………..fādhar,ફાધર,फाधर
ગુજરાતી / હિન્દી અર્થ…………. પિતા / पिता
શબ્દ ઉચ્ચાર……………………..pitā
ભારતિય ઉચ્ચાર પદ્ધતિ માં અંગેજી શબ્દ વાક્યો કેમ ન લખાય ?
જ્યાં સુધી ગુજરાતી (અથવા અન્ય ભારતિય ભાષા) યોગ્ય રોમન યુનિકોડ માં નહીં લખાય ત્યાં સુધી તે ને અંગ્રેજી માં વાંચવામાં તકલીફ પડશે અને ભાષાની શબ્દ વિકૃતિ (જેવી કે bharat=ભારત ભરત,ભરાત, ભર્ત,ભારાત) પણ વધતી જશે.સાથે સાથે ગુજરાતી ભાષાની સુંદરતા પણ અંગ્રેજી લિપિમાં ઘટતી જશે.
માતૃભાષા લિપિ પ્રચાર માં જ ગરવી માતૃભાષા નો પ્રેમ છુપાયેલ છે.
3 comments:
સુંદર માહિતીસભર!
Wrist Watch for Men
Best Watch brands in USA
Watch Brands in USA
Wrist Watch for kids
Wrist watch for girls
Watch winders in USA
Approved Auditor in DAFZA
Approved Auditor in RAKEZ
Approved Auditor in JAFZA
i heard about this blog & get actually whatever i was finding. Nice post love to read this blog
Approved Auditor in DMCC
Post a Comment