Wednesday 22 May 2013

Teachers Logo created


                 ડોકટર અને ઇજનેરની જેમ શિક્ષકનું પણ પ્રતીક તૈયાર કરાયું.
          આ પ્રતિકમાં એવું દર્શાવાયુ છે કે એક સ્થાને ઉભેલા શિક્ષક પાસે વિદ્યાર્થી ઘૂંટણ પર નીચેબેસીનેઆગળ નમીને શિક્ષકને માન આપે છે. અને શિક્ષક પણ વિદ્યાર્થી તરફ ઝુકીને જાણે જ્ઞાાનદાન કરે છે.વડોદરાના વાઘોડીયા રોડ ખાતે વસતા સુભાષભાઇ મકવાણા આણંદની એન.એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક છે. જ્યારેબગીચાના પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીના રહીશ ડો. જિજ્ઞોશ પટેલ,પેટલાદની ઇપ્કોવાલા એજ્યુકેશનકોલેજમાં અધ્યાપક છે.આ બંન્ને યુવાનોએ મ.સ.યુનિવર્સિટી ની એજ્યુકેશન ફેકલ્ટીના પર્વડિન અને હાલ અધ્યાપક ડો. આર.જી. ગોઠારી સાથેના જીવંત સંપર્કને કારણે શિક્ષક અને શિક્ષણ વિશેની નવીનવી સંકલ્પનાઓ વિશે વિચારતા થયા.
                    તેમણે શિક્ષક વ્યવસાયને અનુકૂળ ગણાય તેવા પ્રતીક વિશે વિચારવાનું શરૃ કર્યું. ડોક્ટર કે એન્જિનિયર કે સીએ પોતાના પ્રતિકો ધરાવે છે તેમ શિક્ષકને પણ હોવું જોઇએ કારણ કે ડોક્ટર કે એન્જિનિયરનું ઘડતર તો છેવટે શિક્ષક જ કરે છે. તેવી તેમની માન્યતા હતી.
અનેક અક્ષરોનેપ્રતિકો ને જાતજાતના આકારો આપ્યા પછી તેમણે શિક્ષકના પવિત્ર વ્યવસાય અને શિક્ષકનીઉમદા કામગીરીને રજુ કરીશકે તેવું પ્રતિક તેમણે તૈયાર કર્યું. તેમણે ટીચરના સ્પેલીંગનાપ્રશન અક્ષર ટી અને અંતિમ અક્ષર આરને સ્વીકારીને ટીચર શબ્દને ્િ એમ ટુંકાક્ષરી બનાવ્યો. અને બંનેને કર્સીવ સ્કિપ્ટમાં રૃપાંત કરી સમગ્ર કન્સેપ્ટને ચિત્રમાં ઉતાર્યો.
પ્રતિકના રચયિતા બંને અધ્યાપકોએશિક્ષક ના પ્રતિકમાં જ્ઞાાન દર્શાવવા પીળા રંગનો અવકાશ અને પવિત્રતા દર્સાવવા સફેદ રંગનો અનેઆકાશ - પૃથ્વીની વિશાળતા દર્શાવતા વાદળી રંગનો અત્યંત સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો છે.
                       બન્ને અધ્યાપકો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ટીચર એજ્યુકેશનના ઉપક્રમે હોંગકોંગ ખાતે તા.૨૭ થી ૩૧ મે દરમિયાન ટીચર એજ્યુકેશન મિટીંગ ધ નિડસ ઓફ ન્યુ જનરેશન વિષયના સંદર્ભમાં યોજાનાર વૈશ્વિક સેમિનારમાં પોતાની આ સંકલ્પના રજૂ કરશે.
તેમણે સ્ટ્રેન્થનીંગ આઈડેન્ટીટીઓફ ટિચર ઈન ધ વર્લ્ડ થુ્ર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટિચર સિમ્બોલ - એ બાબતને જ પોતાના વિષયતરીકે પસંદ કર્યો છે. જો આ સિમ્બોલને આ મિટીંગમાં માન્યતા મળશે. તો શિક્ષકનું આ પ્રતીક ડોક્ટરના પ્રતીકની જેમ આંતરરાષ્ટ્રીય સ્વરૃપ ધારણ કરશેઅને તેનો યક્ષ વડોદરાના બે તજજ્ઞા અધ્યાપકોને ફાળે જશે

No comments: