Tuesday 2 October 2012


ઇન્ટરનેટ પર ગાંધીયાત્રા

દાંડીયાત્રાના દિને ચાલો નીકળીએ ગાંધીયાત્રા પર, સાયબરજગતમાં. લગભગ આખી દુનિયા નેટ પર આંખ મચીને જ્યાં પહેલું ડગ માંડે છે.
એ ગૂગલ પર ‘ગાંધી' લખીને સર્ચ કરો એ સાથે ૦.૦૨ સેકન્ડમાં ગૂગલ ૧,૮૫,૦૦,૦૦૦ પરિણામોનો ખડકલો તમારી સામે મૂકી દે છે. મતિ મૂંઝાઈ જાય એવી સ્થિતિ છે. ગાંધીજીનું નામ ધરાવતી સાઇટ પણ કેટકેટલી... mahatmagandhiji.com (ગાંધીજીના નામે ઓર્ગેનાઇઝેશન હોય તો સમજ્યા, પણ કંપની? હે રામ!) mkgandhi.org, mkgandhi-sarvodaya.org, gandhiserve.org, gandhism.net, gandhana.net, gandhiatthebat.com...
ક્વૉટ્સતસવીરોઓડિયો-વીડિયો ક્લિપ્સપુસ્તકોલેખોપત્રોકાર્ટૂન... ગાંધીજીની જાણે સેકન્ડ ડીજિટલ લાઇફ શરૂ થઈ છે ઇન્ટરનેટ પર. જર્મનીના ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીસર્વ'ની સાઇટ પર ગાંધીસાહિત્યનો કદાચ સૌથી મોટો ખજાનો ઉપલબ્ધ છે. આ ટ્રસ્ટ ગાંધીવિચાર વિશે મીડિયા કન્સલ્ટન્સી ચલાવે છે ને ભારત અને દ.આફ્રિકામાં ગાંધીજીના પગલે ચાલતી યાત્રા પણ યોજે છે!
આ બધી સાઇટ્સની અછડતી મુલાકાત લેતાં, ‘મોહનદાસ કરમચંદ ગાંધીનામ કેટકેટલા મિશ્ર પ્રતિસાદ ભા કરે છે એનોય આછો અંદાજ આવે છે. એક તરફઅનેક ઠેકાણે ગાંધીજી વિશેનું આઇન્સ્ટાઇનનું પેલું વિખ્યાત અવતરણ નજરે ચઢે છેતો બીજી તરફદુનિયા આખીના વાંધાવચકાને વાચા આપતી gopetition.com સાઇટ પરગાંધીજીના જન્મદિનને આંતરરાષ્ટ્રીય અહિંસાદિન ઘોષિત કરવા સામે યુએનને કરવામાં આવેલી અપીલ પણ છે (જેમાં ૨૦૭ લોકોએ સહી કરી છે).
દુનિયાભરના લોકો ગૂગલના સર્ચબોક્સમાં દર સેકન્ડે જે કંઈ લખે છે તેના આધારે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ કાઢવાની કોશિશ ગૂગલ ઝાઇગાઇસ્ટનામે કરે છે. આ ઝાઇગાઇસ્ટના મતે૨૦૦૭માં ભારતના સર્ફરે નેટ પર જે રાજકીય નેતાઓ વિશે સૌથી વધુ ખાંખાખોળ્યાં કર્યાં એ યાદીમાં ગાંધી (સોનિયા નહીંમોહનદાસ) ટોચ પર છે. આ લિસ્ટને લોકમાનસનાં સાચાં બેરોમીટર ગણવા જેવાં નથીપણ ઓરકૂટ જેવું ખાસ્સું જામી ગયેલ સોશિયલ નેટવર્કએટલીસ્ટ યંગસ્ટર્સના ટ્રેન્ડઝનું ઘણું નજીકનું દર્શન કરાવે છે. એમાં ગાંધીજીના નામે દોઢ-બે હજાર સભ્યો ધરાવતી ફેનક્લબ્સ છેતેમ આઇ હેટ ગાંધીપ્રકારની કોમ્યુનિટીઝ પણ છેલગભગ સરખા પ્રમાણમાં સભ્યસંખ્યા સાથે!
રીયલ લાઇફની જેમ નેટલાઇફમાં પણ ગાંધીનામ વટાવવાવાળા ઘણા છે. જાણીને નવાઈ લાગશે કે ઇ-બે કે ફ્રૂગલ જેવી ઓનલાઇન શોપિંગ સાઇટ પર ગાંધીજીને લગતી હજારથી વધુ ચીજવસ્તુ વેચાણ માટે મુકાઈ છેજેમાં ગાંધીજીની તસવીર ધરાવતી સ્ટેમ્પ તો ઠીકબે અને પાંચ રૂપિયાની નોટ પણ મૂળ કિંમત કરતાં અનેકગણી કિંમતે વેચાય છે! ગાંધીજીના ચિત્રવાળો કૉફીમગ કે માઉસપેડ પણ મળશે.
ગાંધીજીનો ઇન્ટરનેટ સાથેનો સંબંધ ત્યાંથી પણ આગળ વધે છેઇટાલીના કોઈ ભેજાબાજને વિચાર આવ્યો કે ગાંધીજી પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ જેવી આધુનિક સવલત હોત તો એમની અસર કેટલી વિસ્તરી હોતબસઆ થીમ પર ઇટાલીની એક ટેલિકમ્યૂનિકેશન કંપનીએ અફલાતૂન ટીવીકમર્શિયલ બનાવી છે! જોવી છેતો યુટ્યુબ પર ઇટાલિયાગાંધી લખીને સર્ચ કરી જુઓ!

No comments: