Friday, 13 July 2012

શિક્ષક મિત્રો તથા વિધાર્થીઓ બ્રહ્માંડ નિહળવુ છે? ચાલો....


http://www.kidsastronomy.com/
કિડ્ઝએસ્ટ્રોનોમી.કોમ (www.kidsastronomy.com). કિડ્ઝનોઇટ નામના એક નેટવર્કના એક ભાગરૂપે તૈયાર થયેલી આ વેબસાઇટમાં પણ બાળકોને ધ્યાનમાં રાખીને, સોલર સિસ્ટમનાં વિવિધ પાસાંની રસપ્રદ સમજણ અને માહિતી આપી છે. સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય છે અને તેની આસપાસ ગ્રાહો ફરે છે અને તેમના ઉપગ્રાહો વળી પાછા ગ્રાહોની આસપાસ ફરે છે... એવી બધી વાતો પુસ્તકોમાં વાંચીએ કે બાળકોને સમજાવવા મથીએ તેના કરતાં આ બધું મલ્ટીમીડિયા સ્વરૂપે, લગભગ જીવંત કહી શકાય એ રીતે જોવા મળે ત્યારે આખી વાત સમજવા અને સમજાવવામાં ગજબની સરળતા આવી જાય. આ સાઇટ પર જુદા જુદા ગ્રાહો વિશે વિગતવાર માહિતી છે અને તમારે પોતે, પોતાની રીતે સોલર સિલ્મટ બનાવવી હોય તો તેની એક ઇન્ટરએક્ટિવ રમત પણ છે. અવકાશમાં ખાંખાંખોળાં કરીને કંટાળો તો બાયોલોજી, જ્યોગ્રાફી, હિસ્ટરી, મેથ્સ, મેમરી, સ્પેલિંગ વગેરેને લગતી વિવિધ ગેમ્સ રમવાની સગવડ પણ છે.


સોલરવ્યૂઝ.કોમ (www.solarviews.com). આ સાઇટ પર પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને રસ પડે એવાં, જુદા જુદા ગ્રાહોને લગતાં મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન્સ જોવા મળશે.


સોલર સિસ્ટમ સ્કોપ (www.solarsystemscope.com) વળી વધુ એક એવી સાઇટ છે જેના પર તમે માઉસના સથવારે અવકાશમાં ઇન્ટરએક્ટિવ સફર ખેડી શકો છો. આ સાઇટ પર તમે વાસ્તવિક સમયમાં વિવિધ ગ્રાહો અને નક્ષત્રોની સ્થિતિ વિશે જાણકારી મેળવી શકો છો. 

No comments: